તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણા રે...
તારી ઇચ્છા તે છે માયા, તેમાં સઘળા ભેદ સમાયા;
નિર્ગુણ છે પણ ગુણ તુજમાં દીસે ઘણા રે... તું તો ન્યારો0
પવન-પાણીનો પિંડ બનાવ્યો, તેમાં ચેતન તારું લાવ્યો;
તુજ ડા’પણ જોતામાં, નહીં દીસે મણા રે... તું તો ન્યારો0
નટ જેમ પટનો ઓથ કરે છે, સકળ પૂતળાં નાચ કરે છે;
તેમ તારા કરમાં છે, સર્વે તાંતણા રે... તું તો ન્યારો0
એક કરે સહુ જગત હલાવે, ચમકદૃષ્ટિ જઈ લોહ ચલાવે;
ઇચ્છા જ્ઞાન ક્રિયાદિક તુજમાં, ગુણ ઘણા રે... તું તો ન્યારો0
તું ખેલે છે બાજી તારી, જાણી ન શકે બુદ્ધિ મારી;
છોટમ તુજને જોતાં ભાગે, ભ્રમ બધા રે... તું તો ન્યારો0
tun to nyaro rahine khele chhe narayna re
tari ichchha te chhe maya, teman saghla bhed samaya;
nirgun chhe pan gun tujman dise ghana re tun to nyaro0
pawan panino pinD banawyo, teman chetan tarun lawyo;
tuj Da’pan jotaman, nahin dise mana re tun to nyaro0
nat jem patno oth kare chhe, sakal putlan nach kare chhe;
tem tara karman chhe, sarwe tantna re tun to nyaro0
ek kare sahu jagat halawe, chamakdrishti jai loh chalawe;
ichchha gyan kriyadik tujman, gun ghana re tun to nyaro0
tun khele chhe baji tari, jani na shake buddhi mari;
chhotam tujne jotan bhage, bhram badha re tun to nyaro0

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાનો અમર વારસો (પૃષ્ઠ ક્રમાંક 22)
- પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
- વર્ષ : 1964