tuj vinaa jiivado nanii jaay re - Pad | RekhtaGujarati

તુજ વિના જીવડો નંઈ જાય રે

tuj vinaa jiivado nanii jaay re

મામદ શાહ મામદ શાહ
તુજ વિના જીવડો નંઈ જાય રે
મામદ શાહ

તુજ વિના જીવડો નંઈ જાય રે

સાઈ કો ભેદ પાયો રે

છોડી દે મમતા, મમતાને મારો રે

મેલી દે મમતા...

દિલ–દરિયા મેં ડૂબકી દીધી મિયાં,

તેરે રે કરમ મેં શંખલા, મોતી કાં સે તું પાવે?

મેલી દે મમતા...

રે કાયામાં બાગ-બગીચા મિયાં,

નંઈ રે ફૂલન કેરી બાસ, રે ભમરા શાને લુભાયો?

મેલી દે મમતા...

નવ નવ રંગ કી બારી બની હૈ મિયાં,

નંઈ રે જીવન કેરી આશ, ક્યા મરને કા ધોખા?

મેલી દે મમતા...

કરી લેને બંદગી, પલ ના આવે મિયાં,

કાજી રે 'મામદ શાહ'ની વીનતી, અવસર ફેરફેર ના આવે

મેલી દે મમતા...

સ્રોત

  • પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સંપાદક : ફારૂક શાહ
  • પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
  • વર્ષ : 2009