તું તો આવને સહીયર
Tu to aavne sahiyar
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
તું તો આવને સહીયર મારી ગાવડલી દોવા,
મીસે મીસે મોહનજીનું મુખડલું જોવા. - તું તો૦
સાંજ સવારે મધ્યાનકાળે ધાર નવ ચૂકે,
કામધેનુંનું દૂઝણું, કોઈ કાળે ના ખૂટે. - તું તો૦
દુઝાણુમાં મોજ ઘણેરી, જાણે તે માણે,
બાખડલીના દૂધમાં તો, જમે તે જાણે. - તું તો૦
જેને સંપત શામલિયાની, તેને શાની ખોટ,
‘બાઈ મીરાં’ કહે ગિરધરનાગર મોટી તારી ઓથ. - તું તો૦
સ્રોત
- પુસ્તક : પ્રાચીન કાવ્ય સુધા ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 127)
- સંપાદક : છગનલાલ વિદ્યારામ રાવળ
- પ્રકાશક : જ્ઞાનમંદિર પ્રેસ
- વર્ષ : 1922
