trikam sahebne tere - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ત્રિકમ સાહેબને તીરે

trikam sahebne tere

અક્કલદાસ સાહેબ અક્કલદાસ સાહેબ
ત્રિકમ સાહેબને તીરે
અક્કલદાસ સાહેબ

ત્રિકમ સાહેબને તીરે, વૃક્ષ મૂળ તો વધતો વેલો રે.

ઊલટ આણી અંગમાં વસ્યા, દયા કરી વસી ગિયા દિલે,

ત્રિવેણીને રિયે છે તીરે, ખરેખર ભેખ મેં ખેલ,

ફળ અમૃત કોકને મળે, સાયર સંત કદી ના છલે... ત્રિકમ૦

જીત અજીત અખંડ જોગી, બીજા ભેદ વિના ભજે મર ભલે,

ગગન મંડલમાં રહે ગેબી, વહાં હોઠ જીભ્યા નહીં હલે,

દાસ 'અક્કલ' ભીમ ત્રિકમ દેખ્યા, પિયુજીને વળગીએ પલે... ત્રિકમ૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 138)
  • સંપાદક : રામજી હીરસાગર
  • પ્રકાશક : રામજી હીરસાગર