tare mathe nagaran wage motnan - Pad | RekhtaGujarati

તારે માથે નગારાં વાગે મોતનાં

tare mathe nagaran wage motnan

દેવાનંદ દેવાનંદ
તારે માથે નગારાં વાગે મોતનાં
દેવાનંદ

તારે માથે નગારાં વાગે મોતનાં રે, નથી એક ઘડીનો નિર્ધાર,

તોય જાણ્યા નહિ જગદીશને રે

મોટાં મેલીને રાજ મરી ગયા, જોને જાતાં લાગી વાર. તોય૦

તારું જોબન ગયું જખ મારતું રે, માથે કાળા મટી ગયા કેશ. તોય૦

અંતકાળે લેવાને જમ આવિયા રે, તેનો ભાળી ભયંકર વેશ. તોય૦

રોમ કોટિ વીછુ તણી વેદના રે, દુઃખ પામ્યો તું દૈવના ચોર. તોય૦

સગાં સ્વાર્થી મળ્યાં સરવે લૂંટવા રે, તેનું જરાયે ચાલે જોર. તોય૦

જીભ ટૂંકી પડી ને તૂટી નાડીઓ રે, થયું દેહ તજ્યાનું તત્કાળ. તોય૦

દેવાનંદ કહે નવ જાણ્યા મારા નાથને રે, મળ્યો મનુષ્યનો દેહ વિશાળ. તોય૦

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યસમૃધ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2004