tan tan tannnnnnn baaje takoraa - Pad | RekhtaGujarati

ટણ ટણ ટણણણણ બાજે ટકોરા

tan tan tannnnnnn baaje takoraa

મામદ જાડેજા મામદ જાડેજા
ટણ ટણ ટણણણણ બાજે ટકોરા
મામદ જાડેજા

ટણ ટણ ટણણણણ બાજે ટકોરા,

નાદ કાઇ વિરલા પાવે.

જપે જે નિશદિન જાપ અજંપા,

આવાગમન સબી મિટાવે. - ટણ ટણ૦

પુન રૂપી તે જન્મ પાવે હૈ, જ્ઞાન તત્ત્વ મેં યૂં હોવે,

જેહ તત્ત્વ મેં પ્રાણ જાવે, ઐસી યોનિ મેં પુન આવે. - ટણ ટણ૦

જલ તત્ત્વ કા સોલ અંગુલ હૈ, સફેદ રંગ દર્શાવે,

જો કોઈ ઉસમેં પ્રાણ તજતે હૈ, મનુષ્ય યોનિ મેં આવે. - ટણ ટણ૦

પૃથ્વી તત્ત્વ કા દુવાદશ અંગુલ, પીલા રંગ દર્શાવે,

જો કોઈ ઉસમેં પ્રાણ તજત હૈ, જંતુ યોનિ મેં જીવ જાવે. - ટણ ટણ૦

તેજ તત્ત્વ કા આઠ અંગુલ, લાલ રંગ સ્વર લાવે,

જીવ કાયા કું હોઈ જુદાય, બીજ શાખામાં બીજ વાવે. - ટણ ટણ૦

વાયુ તત્ત્વ કા અષ્ટ અંશુલ હૈ, હરા રંગ વાકા કહાવે,

વોહી તત્ત્વમાં પ્રાણ છૂટે તેા, પવન ગગન મેં પંખી હેાવે. - ટણ ટણ૦

આકાશ તત્ત્વ કા એક અંશુલ હૈ, કાલા રંગ તાકા કહાવે,

પ્રાણ વહાં સે છૂટે તેા, મિલે સિતારા ગણ મેં આવે-. - ટણ ટણ૦

સુખમણામાં શરીર છૂટે તો, પશુ પંખી મેં કહરાવે,

'મામદ' કહે મન મેં સચ કર માનો, ભજન કિયે ઉદ્‌બીજ મેં ના'વે. - ટણ ટણ૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 215)
  • સંપાદક : રામજી હીરસાગર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1976