
તમને પૂછું પૂરા પંડિતા, તમને પૂછું ભણતર જોશિયા,
તમારા નીમના ગુરુ પંડિતા! કૌન હૈ?
આદ્ય કી ઉત્પત્તિ પંડિતા! કોન હૈ?
નિજ કી ક્રિયા આમાં કૌન હૈ?
નકળંગ નકળંગ સબ કહત હો
મેધડી કી જાતિ આમાં કૌન હૈ?
આ જમીં કેરી જાતિ પંડિતા કૌન હૈ?
ઇન્દ્ર કા ગાજ હવે કૌન હૈ?
ઈ ગાજમાં બાર મેઘ વરસવા હૈ
કહો પંડિતા! પાણી માંયલા ફૂલ કૌન હૈ?
તમને પૂછું પૂરા પંડિતા૦
કાંતને વાલી કા સૂતર કૌન હૈ?
વાંઝણી કા પુતર કૌન હૈ?
ઈ સૂતર પે’રીને તમે ઝૂઠા કાં બોલો?
કહો પંડિતા! આમાં નુગરા કૌન હૈ?
સાર માંયલી ધાર પંડિતા કૌન હૈ? ધાર માંયલી ધીર૫ એમાં કૌન હૈ?
ઈ ધીર૫માં તમે માળા ફેરવો છો
કહો પંડિતા! આમાં વચન કૌન હૈ?
તમને પૂછું પૂરા પંડિતા૦
શિવજીની લિંગ પંડિતા કૌન હૈ?
ભવાની કી ભંગ એમાં કૌન હૈ?
ઈ ભંગમાં એક જ્યોતિ જલત હૈ
કહો પંડિતા! ઈ દેવી કૌન હૈ?
ભણે રામો ત્યાં લખી દેશે નામો,
તમે સુણો સંત હવે સારા
બાળનાથ ચરણે ‘રામદે’ બોલ્યા
આમાં ખોળણહારા સંત કોક હૈ.
તમને પૂછું પૂરા પંડિતા, તમને પૂછું ભણતર જોશિયા,
તમારા નીમના ગુરુ પંડિતા કૌન હૈ?



સ્રોત
- પુસ્તક : ચૂંટેલાં ભજન (પૃષ્ઠ ક્રમાંક 14)
- સંપાદક : નરોત્તમ પલાણ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2004