તમે કોણ છો ક્યાંથી આવ્યા
tame kon chho kyaanthii aavyaa
રતનબાઈ - ૨
Ratanbai - 2

તમે કોણ છો ક્યાંથી આવ્યા
શું સાથે પોતાની લાવ્યા?
શું કામે આવ્યા ને શું કરવાના
શા માટે રંગ જમાવ્યા?
નર છે કે નારી જાત તમારી
કેવા છે ભેખ ધરાવ્યા?
ક્યાં તમે રહો છો ને ક્યાં રે રમો છો
ક્યાં છે રે ડેરા લગાવ્યા?
ક્યાં સુધી રહેશો ને ક્યારે નીકળશો?
કેવા વાસ વસાવ્યા?
‘બાઈ રતન’ કહે પોઠો લાદીને
ક્યાંના માલ ભરાવ્યા?
તમે કોણ છો ક્યાંથી આવ્યા?



સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ : જૂન ૨૦૧૩ (પૃષ્ઠ ક્રમાંક 75)
- સંપાદક : દીપક દોશી
- પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન