tame jani lo samudr sarikha - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તમે જાણી લો સમુદ્ર સરીખા

tame jani lo samudr sarikha

મીરાંબાઈ મીરાંબાઈ
તમે જાણી લો સમુદ્ર સરીખા
મીરાંબાઈ

તમે જાણી લો સમુદ્ર સરીખા, મારા વીરા રે!

દિલ તો ખોલીને દીવો કરો રે. હો જી.

રે કાયામાં છે વાડીઓ રે હો જી.

માંહે મોર કરે છે ઝીંગોરા રે. મારા.

રે કાયામાં છે સરોવર રે હો જી,

માંહી હંસ તો કરે છે કલ્લોલા રે. મારા.

રે કાયામાં છે હાટડાં રે હો જી,

તમે વણજવેપાર કરો ને અપરંપાર રે. મારા.

મીરાંકે પ્રભુ ગિરિધર નાગર,

દેજો અમને સંતચરણે વાસેરા રે. મારા.

સ્રોત

  • પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997