તમે અબોલા શીદ લ્યો છો રાજ
Tame Abola Shid Lyo Chho Raj
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
તમે અબોલા શીદ લ્યો છો રાજ?
અમને દુખડાં શીદ દ્યો છો રાજ?
તમે અમારા, અમે તમારાં, ટાળી દોષ શું દ્યો છો રાજ?
અમૃત પાઈ ઉછેર્યાં વહાલા, વિખ ઘોળી શું દ્યો છો રાજ?
ઊંડે કૂવે ઉતાર્યાં વહાલા, છેહ આમ શું દ્યો છો રાજ?
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હૃદયકમલમાં રહો છો રાજ.
સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 13)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2011
