Tadka na Rango Keva Re, Narmad Jungi - Pad | RekhtaGujarati

તડકાના રંગો કેવા રે, નર્મદ જંગી

Tadka na Rango Keva Re, Narmad Jungi

નર્મદ નર્મદ
તડકાના રંગો કેવા રે, નર્મદ જંગી
નર્મદ

તડકાના રંગો કેવા રે, નર્મદ જંગી;

તડકાનાં રંગો કેવા, જેવા જોઈયે રે તેવા,

અંશીને લેવા જેવા રે. - નર્મદ...

વાદળથી રંગો થાએ, આછા ને ભર દેખાએ;

આછા તે પસરી જાએ રે. - નર્મદ...

તેજે ઝિણિ ઝિણિ કડીયો, જાણે ધાતુની ઘડિયો;

કુંળી શેર ઊંચી ચરિયો રે. - નર્મદ...

ઊંચે કડિયો જ્યમ ચડતી, નીચેની ત્યમ પીગળતી;

ઝીણી પરપોટી સમજતી રે. - નર્મદ...

કુદરતથી હાર્યો જારે, રાખે શો સીનો તારે;

તો પણ ટેકી રેહ ભારે રે. - નર્મદ...

જારે ના દીસે રસ્તો, કુદરતને જોઈ હસ્તો;

અટક્યો ત્યાંથી ના ખસ્તો રે. - નર્મદ...

શીળાંને સહુ જન ચ્હાએ, તડકાથી આઘા ધાએ;

શૂરો તડકામાં જાએ રે. - નર્મદ...

દુનિયામાં બહુ બહુ જંગો, એમાં વિધ વિધ છે રંગો;

હારે પણ કરતો ડંકો રે. - નર્મદ...

સ્રોત

  • પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 152)
  • સંપાદક : રમેશ મ. શુક્લ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ