દુનિયા દીવાની કહેવાશે રે, ભૂંડી ભીંતોમાં ભટકાશે. – ટેક
પાપ જ્યારે એનું પ્રગટ થાશે, ત્યારે ભૂવા જતિ ઘેર જાશે,
ધૂણી ધૂણીને એની ડોક જ દુઃખશે, ને લેનારો લઈ ખાશે રે.
સ્વર્ગમાં નથી સૂપડું ને નથી ખાંડણિયો ને ઘંટી,
દૂધ ચોખાના જમનારા તમે કેમ કરી જમશો બંટી રે.
ઢોંગ કરીને ધૂતવા આવે ત્યારે હાથ બતાવવા સહુ જાશે,
ક્યારે આના કર્મનું પાનું ફરશે, અને ક્યારે પુત્ર જ થાશે રે.
કીમિયાગર કોઈ આવી મળે ત્યારે ધનને વાસ્તે ધાશે,
ભોજો ભગત કહે ભ્રમણામાં ભમતા, ગાંઠની મૂડી ગમાશે રે.
duniya diwani kahewashe re, bhunDi bhintoman bhatkashe – tek
pap jyare enun pragat thashe, tyare bhuwa jati gher jashe,
dhuni dhunine eni Dok ja dukhashe, ne lenaro lai khashe re
swargman nathi supaDun ne nathi khanDaniyo ne ghanti,
doodh chokhana jamnara tame kem kari jamsho banti re
Dhong karine dhutwa aawe tyare hath batawwa sahu jashe,
kyare aana karmanun panun pharshe, ane kyare putr ja thashe re
kimiyagar koi aawi male tyare dhanne waste dhashe,
bhojo bhagat kahe bhramnaman bhamta, ganthni muDi gamashe re

સ્રોત
- પુસ્તક : ભોજા ભગતની વાણી (પૃષ્ઠ ક્રમાંક 88)
- સંપાદક : મનસુખલાલ સાવલિયા
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
- વર્ષ : 2001
- આવૃત્તિ : દ્વિતીય આવૃત્તિ