bhaio, bharam na bhuuliye - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભાઈઓ, ભરમ ન ભૂલીયે

bhaio, bharam na bhuuliye

નરહરિ નરહરિ
ભાઈઓ, ભરમ ન ભૂલીયે
નરહરિ

ભાઈઓ, ભરમ ભૂલીયે

ભાઈઓ, ભરમ ભૂલીયે, માયા મૃગજલ રૂપ રે;

સંસાર સ્વપ્ન સમતુલ્ય છે, સત્ય બ્રહ્મસ્વરૂપ રે. ભાઈઓ.

રૂપ–નામ સ્થિરતા નહીં, જ્યમ નહીં રજ્જુભુજંગ રે;

શુક્તિ–રજત વર્ણ–આશ્રમ, તેહ શું કીશો પ્રસંગ રે. ભાઈઓ.

ભૂત ભવિષ્ય (ને) વર્તમાન, પદારથ (જ) ચાર રે;

વ્યોમકુસુમવત જાણજ્યો (જે) જન્મ–મરણ–અવતાર રે. ભાઈઓ.

મને કલપી જે જે કહ્યું, નામ માત્ર તાં તેહ રે;

શશકશૃંગ વંધ્યા–સુત, તેહ શું કીધો સનેહ રે. ભાઈઓ.

અણકલપ્યું અવિનાશ છે, તે તો પદ નિર્વાણ રે;

આપે આપ લ્યો ઓલખી, અનુભવ પ્રમાણ રે. ભાઈઓ.

જાણનહારાને જાણજ્યો, જાણો જાણવું છે એહ રે;

કહે નરહરિ ઓલખે, ટલે સર્વ સંદેહ રે. ભાઈઓ.

(નરહરિ–કૃત ‘જ્ઞાનગીતા’માંથી)

સ્રોત

  • પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 168)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
  • પ્રકાશક : સાહિત્ય અકાદેમી
  • વર્ષ : 1998