સ્વામી! સાચું કહ્યું, બોલવું હવે રહ્યું
swaamii! saachun kahyun, bolvun have rahyun
નરસિંહ મહેતા
Narsinh Mehta
સ્વામી! સાચું કહ્યું, બોલવું હવે રહ્યું
swaamii! saachun kahyun, bolvun have rahyun
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
‘સ્વામી! સાચું કહ્યું, બોલવું હવે રહ્યું, કંથનાં વચન તે વેદવાણી;
ભવ તણું નાવ તે ભક્તિ ભૂધર તણી, તેહ હું પ્રીછવું સ્નેહ આપી. સ્વા...
નથી હરિ વેગળા, ભક્તિભાવે ભલા, રાય ને રંક ત્યાં એક ઘાટે;
કોટિધ્વજ લખપતિ મંન ના'ણે રતી, શક્ર સરખા તિહાં નહિ રે સાટે. સ્વા...
બ્રહ્મણ્ય દેવ દયાળ શ્રીકૃષ્ણજી, નિજ જન જાણીને સૂધ લેશે;
પ્રીતની રીત તે જાય નહિ વીસરી, બાળલીલા તણાં ચરિત કહેશે.’ સ્વા...
‘નથીત્કાંઈ ઓઢવા, ભેટ લઈને જવા, કેમ કરી જાણશે કૃષ્ણ કામી?
દત્ત નથી આપણું, વદન લજામણું, જાચતાં લાજું નરસૈંનો સ્વામી.’ સ્વા...
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 64)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
