suun shikhar par satguru - Pad | RekhtaGujarati

સૂન શિખર પર સતગુરુ

suun shikhar par satguru

લખમાજી માળી લખમાજી માળી
સૂન શિખર પર સતગુરુ
લખમાજી માળી

સૂન શિખર પર સતગુરુ, અનભે નોબત અધર જરે.

નાભિકમળ મેં નાથ નિરંજન, સુરત સુરત અસમાન ચડે,

કેવળ નામરા કરો પિછાના, જરા કરમ તુંને નહિ અડે... સૂન૦

તખત વેરા માનસરોવર, અગમ વસતા મલે,

દશમે દ્વાર કા દેખો તમાશા, ઝલ ઝલ જ્યોત અખંડ જલે... સૂન૦

ખોજ કરો દલ ભીતર ઘટમાં, જમી અસમાન એક ઘડે,

પાંચ તત્ત્વ કા બના પૂતળા, મેરમ સતગુરુ માંહી મળે... સૂન૦

બાળક હો બંદગી કરી લે, સંત ચરણમાં સાન મિલે,

અમર પુરુષ કું યાદ કરી લે, જનમ મરણ કા ભેદ ટળે... સૂન૦

ગુરુમુખ કોઈ ગોતી લેના, નર નુગરાને નહિ જડે,

દોઈ કર જોડી 'લખમો' બોલ્યા, ખેાજ કરો તો ખબર પડે... સૂન૦

સ્રોત

  • પુસ્તક : સંત પરંપરા વિમર્શ (પૃષ્ઠ ક્રમાંક 80)
  • સંપાદક : ડૉ. રાજેન્દ્રસિંહ રાયજાદા
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ
  • વર્ષ : 1989