સ્થિર સ્થિર રે ચાંદલા! મા કરીશ વહાણું
sthiir sthiir re chaandlaa! maa kariish vahaanun
નરસિંહ મહેતા
Narsinh Mehta
સ્થિર સ્થિર રે ચાંદલા! મા કરીશ વહાણું
sthiir sthiir re chaandlaa! maa kariish vahaanun
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
સ્થિર સ્થિર રે ચાંદલા! મા કરીશ વહાણું,
પ્રાણજીવન ઘેર આવ્યા રે;
જનમ કોટાનકોટિ તપ કીધાં તે વિઠ્ઠલવરને પામ્યાં રે. સ્થિર૦
બપૈયો ‘પિયુ પિયુ’ કરે રે, કોયલ મધુરી વાસે રે;
હું તુજને વારું, કુક્કુટા! રખે તું વયણ પ્રકાશે રે. સ્થિર૦
ચાંદો સોહે ચાંદરણીએ જ્યમ તરુવર સોહે વેલે રે;
ગોવિંદ સોહે ગોરડીએ, જેમ હંસાગમની હેલે રે. સ્થિર૦
સાયર સોહે લહેરે લહેરે, લહેર સોહે તરંગે રે.
નરસૈંયાચો સ્વામી ભલે મળિયો, ગોપી સોહે ગોવિંદે રે. સ્થિર૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 86)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
