sohm sattlok ke vaasii - Pad | RekhtaGujarati

સોહં સત્તલોક કે વાસી

sohm sattlok ke vaasii

મોરાર સાહેબ મોરાર સાહેબ
સોહં સત્તલોક કે વાસી
મોરાર સાહેબ

સોહં સત્તલોક કે વાસી, અબ મોહી ગુરુ મલ્યા સુખરાશિ...

સંતો સોહં સત્તલોક કે વાસી.

સત્ત શબ્દ સતગુરુ સમજાયા, પરમ જ્યોતિ પરકાશી... અબ૦

નિરમલ જ્ઞાન નિજ નામ બતાયા, આતમ તંત અભ્યાસ... અબ૦

ત્રિવેણી સંગમ તાર મિલાયા, સુરતી શબ્દ સમાસી... અબ૦

સૂન શિખર પર ડેરા દીના, બેહદ નાદ બજાસી... અબ૦

રજ્જ ‘મોરાર’ રવિ ગુરુ ચરણે, જ્યોતિ મેં જ્યોતિ મિલાસી... અબ૦

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 124)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : છઠ્ઠી આવૃત્તિ