shuuraa nar kon bataave? - Pad | RekhtaGujarati

શૂરા નર કોણ બતાવે?

shuuraa nar kon bataave?

રતનબાઈ –  ૧ રતનબાઈ – ૧
શૂરા નર કોણ બતાવે?
રતનબાઈ – ૧

શૂરા નર કોણ બતાવે? શબ્દે લડે સંસારમાં! શૂર૦

હદમાં રે હીંડે, બેહદને પેંડે, સુરતા સમાવે નિજ ધામમાં. શૂરા૦

કામ, ક્રોધ તજે ને તુંહિ તુંહિ ભજે, વિશ્વાસ વાળે એક નામમાં. શૂરા૦

મોહ મેવાસી વેધ્યો જ્ઞાનની ફાંસીએ, નિર્ભે ફરે નિરહંકારમાં. શૂરા૦

જ્ઞાન ‘રતન’ ગુરુ હરિકૃષ્ણ મળતાં, આત્મા ચિન્યો નરનારમાં. શૂરા૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 290)
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1946
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ