Shu Karvu Chhe Mare - Pad | RekhtaGujarati

શું કરવું છે મારે

Shu Karvu Chhe Mare

મીરાંબાઈ મીરાંબાઈ
શું કરવું છે મારે
મીરાંબાઈ

શું કરવું છે મારે, શું રે કરવું છે રે?

હીરામાણેકને મારે શું રે કરવું?

મોતીની માળા રાણા, શું કરવી છે?

તુળસીની માળા લઈને, પ્રભુ ભજવું છે રે. હીરા...

હીનાં ચીર, રાણા, શું રે કરવાં છે?

ભગવી ચીથરીઓ પ્હેરી, મારે ફરવું છે રે. હીરા...

મહેલ ને માળા રાણા, શું રે કરવાં છે ?

જંગલ ઝૂંપડીએ જઈને મારે વસવું છે રે. હીરા...

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,

અમર ચૂડલો લઈને મારે ફરવું છે રે. હીરા...

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011