શ્રવણ દઈને સાંભળો તમે
shravan daiine saambhalo tame
બાલકસાહેબ
Balak Saheb

શ્રવણ દઈને સાંભળો તમે, નિર્મળ નામ નિશાની.
નુરતે સુરતે દોનું ઘેર લિયો રે, આત્મરૂપ ઓળખાય,
સુણો સવાલ બોલે, એક સાંઈ કો... શ્રવણ દઈ૦
બાવન માંહી બોલતો ને, અબોલ બાવનથી બાર,
અબોલ અનામી એક છે રે, પરા ઉપર અપાર... શ્રવણ દઈ૦
શૂન્ય શિખર કેરી ધૂનમાં, ઉન્મુનિ આસન લગાઈ,
અગમ નિગમ કેરી ઓથમાં, કોઈ વિરલા સંત જાઈ રે... શ્રવણ દઈ૦
ગુરુ નથુરામની ગાદીએ, ‘બાળક’ને મળ્યા મન માંહી,
સતગુરુ કેરી સાનમાં, પ્રેમભક્તિ થકી શુભ થાય... શ્રવણ દઈ૦



સ્રોત
- પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 169)
- સંપાદક : રામજી હીરસાગર
- પ્રકાશક : પોતે