સત્ય નહીં તો ધર્મ શાનો? દયા વિના શું દાન જોને?
મન વશ નહિ તો તપ શાનું? શીલ વિના શું સ્નાન જોને?
વિનય વિના તે વિદ્યા શાની? દાન વિના શાં દામ જોને?
નીર વિના તે નવાણ શાનું? ધણી વિના શું ધામ જોને?
ભાવ વિના તે ભક્તિ શાની? ભક્તિ વિના શું જ્ઞાન જોને?
પ્રીતિ હોય તો પડદો શાનો? ધૈર્ય વિના શું ધ્યાન જોને?
સદગુણ નહિ તે સાધુ શાનો? તૃષ્ણા ત્યાં શો ત્યાગ જોને?
જ્ઞાન વિના તે ગુરુજન શાનો? કંઠ વિના શો રાગ જોને?
ભ્રાંતિ રહી તે અનુભવ શાનો? સાચો ન મળે, શોધ જોને;
ધર્મ-મર્મની કથા ન જાણે તેને શાનો બોધ જોને?
સાચા પ્રભુને જે નવ શોધે, તે નર કહીએ કાચા જોને;
કહે છોટમ નિર્ધાર કરીને, વેદતણી એ વાચા જોને.
satya nahin to dharm shano? daya wina shun dan jone?
man wash nahi to tap shanun? sheel wina shun snan jone?
winay wina te widya shani? dan wina shan dam jone?
neer wina te nawan shanun? dhani wina shun dham jone?
bhaw wina te bhakti shani? bhakti wina shun gyan jone?
priti hoy to paDdo shano? dhairya wina shun dhyan jone?
sadgun nahi te sadhu shano? trishna tyan sho tyag jone?
gyan wina te gurujan shano? kanth wina sho rag jone?
bhranti rahi te anubhaw shano? sacho na male, shodh jone;
dharm marmni katha na jane tene shano bodh jone?
sacha prabhune je naw shodhe, te nar kahiye kacha jone;
kahe chhotam nirdhar karine, wedatni e wacha jone

સ્રોત
- પુસ્તક : આરાધના : મધ્યકાલીન ભક્તિગીતો (પૃષ્ઠ ક્રમાંક 77)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપુરા
- પ્રકાશક : સાહિત્ય સંશોધન પ્રકાશન
- વર્ષ : 2002