સતગુરુ શબ્દ પિછાનું અબ હમ
satguru shabda pichhaanun ab hum
માધવ સાહેબ
Madhav Saheb

સતગુરુ શબ્દ પિછાનું અબ હમ,
વાદ વિવાદ ન જાનું.
પાંચ તીન ખટ નવ દશ દો પર, અનુભવ ઉગિયા ભાનુ,
નિરાલંબ કોઈ નીરખે જ્ઞાની, તાકું સત્ય પ્રમાનું... અબ૦
ખટ ખટપટ સે દૂર દેશ હૈ, સતગુરુજી કી સાનું,
મનસુખ સે માલુમ નહીં હોવે, ગુરુમુખ સે ધર ધ્યાનું... અબ૦
નેતી ધોતી નહીં ખટ કરમા, તીન બંધ નહીં તાનું,
પ્રાણાયામથી પાર હૈ વસ્તુ, જોર નહીં જોગ કળાનું... અબ૦
ગુરુ વિશરામ અલખ અવિનાશી, નિરાધાર નિરવાનું,
હું તું તે તાકે પર 'માધવ', અપરંપાર પીરાનું... અબ૦



સ્રોત
- પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 213)
- સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
- વર્ષ : 1994
- આવૃત્તિ : છઠ્ઠી આવૃત્તિ