satagurue munne chori shikhwaDi - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સતગુરુએ મુંને ચોરી શિખવાડી

satagurue munne chori shikhwaDi

જીવણ સાહેબ જીવણ સાહેબ
સતગુરુએ મુંને ચોરી શિખવાડી
જીવણ સાહેબ

સતગુરુએ મુંને ચોરી શિખવાડી

ને જ્ઞાન ગણેશિયો ઘડાયો રે.

પવન રૂપી ઘોડો પલાણ્યો, ઊલટી ચાલ ચલાયો રે,

ગંગા-જમનાના ઘાટ ઉલંઘી, જઈને અલખ ઘરે ધાયો રે...

ધમણ ધમુંકે તિયાં વીજું ચમુંકે, અનહદ નોબત વાગે રે,

ઠારોઠાર ન્યાં જ્યોતું જલત હૈ, ચેતન ચોકીમાંઈ જાગે રે...

સાંકડી શેરી ન્યાં વાટું વસમી, માલમીએ મુંને મૂક્યો રે,

નામની તો નિસરણી કીધી, જઈને ધણીને મો'લે ઢૂક્યો રે...

શીલ સંતોષનાં ખાતર દીધાં, પ્રેમે પેસારો કીધો રે,

પેસતાંને પારસમણિ લાધી, માલ મુગતિ લીધો રે...

રે વેળાએ હું ઘણું ખાટ્યો, માલ પૂરણ પાયો રે,

દાસી જીવણ સત ભીમને ચરણે, મારો ફેરો ફાવ્યો રે...

સતગુરુએ મુંને ચોરી શિખવાડી.

સ્રોત

  • પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સર્જક : મકરંદ દવે.
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1991