સર્વવ્યાપક ઈશ્વર વિષે
sarvavyapak ishwar vishe
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
(દોહરા)
આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ;
ઘાસ ચારાની પાસ પણ, વિશ્વપતિનો વાસ.
ભોંયમાં પેસી ભોંયરે, કરીએ કાંઈ વાત;
ઘડીએ મનમાં ઘાટ તે, જાણે જગનો તાત.
ખાલી જગા ખોળીએ, કણી મૂકવા કામ,
ક્યાંએ જગકર્તા વિના, ઠાલું ન મળે ઠામ.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 167)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
