vanmaan te melii munne aeklii re vanjhaaraa - Pad | RekhtaGujarati

વનમાં તે મેલી મુંને એકલી રે વણઝારા

vanmaan te melii munne aeklii re vanjhaaraa

મામદ શાહ મામદ શાહ
વનમાં તે મેલી મુંને એકલી રે વણઝારા
મામદ શાહ

વનમાં તે મેલી મુંને એકલી રે વણઝારા!

જી હો! મુંને મેલી મત જાજો બાળા વેશમાં

સોદાગર હંસા જી.

કાગળ જેસી કોથળી રે વણઝારા!

જી હો! એને ગળતાં નૈ લાગે વાર રે

સોદાગર હંસા જી.

ડુંગર માથે દેરડી રે વણઝારા!

જી હો! હું તો ચડી ચડી જોઉં તારી વાટ રે

સોદાગર હંસા જી.

ફાલી ફૂલી રે ઓલી પીપળી રે વણઝારા!

જી હો! ઓલી ફ્ળ વિના ઝૂલે નાગરવેલ રે

સોદાગર હંસા.

આંબો જાણીને મેં તો સેવિયો રે વણઝારા!

જી હો! તો કરમે ઊગ્યો છે ભંભૂર રે

સોદાગર હંસા જી.

હીરા માણેકની કોટડી રે વણઝારા!

જી હો! મને વેપારી મળ્યા સવા લાખના

સોદાગર હંસા જી.

'કાજી મહમદશાહ'ની વિનતી રે વણઝારા!

જી હો! તમે માની લિયો ગરીબનવાજ રે

સોદાગર હંસા જી.

સ્રોત

  • પુસ્તક : સોરઠી સંતવાણી (પૃષ્ઠ ક્રમાંક 125)
  • સંપાદક : ઝવેરચંદ મેઘાણી
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય ભવન, અમદાવાદ
  • વર્ષ : 2017
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ