savaiyaa - Pad | RekhtaGujarati

સવૈયા

savaiyaa

લાલસાહેબ લાલસાહેબ
સવૈયા
લાલસાહેબ

બાહિર સંત કહાવત સજ્જન, ભીતર મન બીજો બતલાવે,

ગુણ દોષ લિયે સંગ ડાલત, છાંડી આરાધ વિરોધ કમાવે,

કોઈ કું નીંદત કોઈ કું વંદત, થાપ ઉથાપ ભૂલ્યો ભરમાવે,

આતમ બ્રહ્મ ચિન્યા વિના મૂરખ, ધણી કું છોડ કે ધક્કા ખાવે,

'લાલ' કહે સત્તનામ સહી કર, આપ મેં ખોજે તો આપ મેં પાવે.

અન્નપાણી બાવે આપ ઉપાયા, ને લેાક કહે એતા હમ કમાયા.

શાહુ કા ધન્ન વાણેાતર વોરિયા, મૂરખ કહે તો મેરી હૈ માયા,

રાજા કો કુંવર ગોલી ધવાવત, અંધલી કહે તો બાંદી કા જાયા,

ખરા ખોટા કી તો ખબર નાંહી ને, દેખાદેખી કરી સબકો ધાયા.

'લાલ' કહે નિરાધાર પુરુષ, અવિગત કી ગત કોઈ વિરલે પાયા.

સીખિયા સુનિયા જ્ઞાન બતાવત, પારકી પૂંજી તું કરે વેપારા,

કથત બકત ઠોર ચલાવત, ઝૂઝે સિપાઈ ને ફૂલે પિંજારા,

ઓરન કું પરમોદ લગાવત, દીપક નીચે રહે અંધિયારા,

આપ મૂવા બિના મુક્તિ નાહિં ને, પિંડ ખેાજ્યા બિન પાવે નહીં પારા,

‘લાલ' કહે તો ગેબ કી બાત, કુદરત જાણે કોઈ જાણનહારા.

બાહિર ભીતર એક નિરંતર, આતમરામ કું ઓળખ ભાઈ,

શામ સ્વતંતર નામ નિરંતર, જિન કી જ્યેાતિ સકલ છવાઈ,

ગુરુ સંતન કું સેવ સહી કર, ચરણકમલ મેં શીષ નમાઈ,

હરિ હરિજન આપ નારાયણ, અસત કહું મોહી રામ દુવાઈ,

‘લાલ' કહે રવિ ભાણ કબીરજી, તારક મંતર દિયા બતાઈ.

સત્ત શબ્દ મેં શીષ મેલી તમે, પ્રેમ પિયાલા પી લ્યો પ્યારા,

રામ કા રંગ ચડે દિલ ભીતર, રોમ હી રોમ હોવે રરંકારા,

કમલ કુંપલ સાક્ષ મેં લે દેખો, ત્રિવેણી ઉપર તત્ત્વ વિચારા,

ઊલટી ગંગા સુમેર કા સંગમ, નાહી ધોઈ થાવો નિર્મળ ન્યારા,

‘લાલ' કહે નિજ નામ નિરંતર, નિરખી પરખી કર દીદારા.

શેતાન તોફાન છોડ દિયા, કૂડ કપટ પાખંડ પરહરો,

ગુરુગમ ગ્રહો સન્મુખ રહો, દયા દાન ગરીબી દીદાર કરો,

તન મન ખેાજો દિલ પાક કરો. હરદમ સાહેબ કું યાદ કરો,

અજર રહો, ઉન્મુન રહો, સોઈ સત્ત ધરમ કું સાહ્ય કરો,

સત્ત સાહેબ કું સાચ પિયારા, પ્રેમ પ્રતીત સે પૂન્ય કરો,

‘લાલ' કહે ઘટ ઘૂંઘટ છોડ કે, સાચ વાટી તુમ સેવ કરો.

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : છઠ્ઠી આવૃત્તિ