santo, halii-maliine haalo - Pad | RekhtaGujarati

સંતો, હળી–મળીને હાલો

santo, halii-maliine haalo

પૂંજીરામ પૂંજીરામ
સંતો, હળી–મળીને હાલો
પૂંજીરામ

સંતો, હળી–મળીને હાલો

સાધુ, સબસે સંપી ચાલો

આતમા સૌમાં છે રે સૌમાં છે.

પક્ષવાદીને નહીં પિછાને, વાદી–વિવાદી જાણે, સંતો!

વાડા વાળાથી વેગળો ભાસે, જીવનમુક્ત રસ માણે.

આતમા સૌમાં છે રે...

હાર–જીતથી હજારો જોજન, પંડિતાઈથી પર છે,

સંતો! ગાન-તાન સે નહીં ગોતાએ, સમજથી અર્થ સુધરશે.

આતમા સૌમાં છે...

કહેણી વાળાથી કોટિ ગાઉ દૂર છે, રહેણીથી હૃદયે રમે છે, સંતો!

સંત સંગ થકી સાર મળે છે, અવિદ્યા આંટી ટળે છે.

આતમા સૌમાં છે રે...

હિર ગુરુ સંતનાં ચરણ સેવીને, નિર્મળ નર ઓળખો છે, સંતો!

'આતમારામ’ જાગો ગુરુગમથી, શાસ્ત્રો પોકારી કે' છે.

આતમા સૌમાં છે રે...

સ્રોત

  • પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સંપાદક : ફારૂક શાહ
  • પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
  • વર્ષ : 2009