પૂરા નર સોહી પ્રમાણિયે
puuraa nar sohii pramaniye
રતનબાઈ – ૧
Ratanbai - 1

પૂરા નર સોહી પ્રમાણિયે, સહેજે વર્તે સંસારમાં. પૂરા૦
૫રમારથ ઉપદેશે રે બોલે, અહર્નિશ ૫૨-ઉપકારમાં. પૂરા૦
સહેજનું જ્ઞાન ને સહજ સમાધિ, સુરતા સમાવે બ્રહ્માકારમાં. પૂરા૦
માયા બ્રહ્મ પરખે ને સત્ શબ્દ ભરખે, પરમ અમૃત કરે આહારમાં. પૂરા૦
બ્રહ્માગ્નિમાં કર્મ જ હોમે, અમર તેજે ભળે અંબારમાં. પૂરા૦
જ્ઞાન ‘રતન’ ગુરુ હરિકૃષ્ણ મળિયા, એક આત્મા ચિન્યો નરનારમાં. પૂરા૦



સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 290)
- પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ
- વર્ષ : 1946
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ