piir kevraanaa bhaii sidh kevraanaa - Pad | RekhtaGujarati

પીર કેવરાણા ભાઈ સીધ કેવરાણા

piir kevraanaa bhaii sidh kevraanaa

માલદે માલદે
પીર કેવરાણા ભાઈ સીધ કેવરાણા
માલદે

પીર કેવરાણા ભાઈ સીધ કેવરાણા

જેણે દલડામાં ભ્રાંતુ નવ આણી રે

અલ્લા હો! જગમાં સીધ્યાં જેસલ ને તોળી

બીજ રે થાવરનો જામો રચાવિયો

ધણી કેરો પાટ મંડાણો રે હાં;

માજમ રાતના હુઆ મસંદા ત્યારે

ચોરી થકી ઘેર આવ્યા રે... અલ્લા હો૦

તોળીને ઘેર જામો રચાયો રે હાં;

ત્યારે કાઠીડે કીધી કમાણી,

તોળી ઘોડી લઈ સોંપ્યાં ત્યારે

સાયબાને રાખ્યા સંગાથી રે... અલ્લા હો૦

ચોવીસ વરસ સુધી ચોરિયું રે કીધી રે હાં;

ઘણાં જીવજંતને માર્યા;

ધોળાં આવ્યાં ત્યારે ધણીને સંભાર્યા

મંદિર પધાર્યા મોરારિ રે... અલ્લા હો૦

કળજગમાં ત્રણ નર સિદ્ધા રે હાં

જેસલ જેતો ને તોળી;

અંજાર શે'રમાં અજેપાળ સીધ્યા

તોરલે ત્રણ નર તાર્યા રે... અલ્લા હો૦

બીજ હતું તે સાધુમુખ વાવરિયું રે હાં;

વેળુ વાવીને ઘેર આવ્યાં;

એકમન રાખી અલખ અરાધ્યો

સાચાં મોતી ઘેર લાવ્યાં રે... અલ્લા હો૦

ઊંચા ઊંચા મોલ ને તે પર આંબ્ય નીર રે હાં;

નીચાં ગંગાજળ પાણી,

માલદે કોટવાળ ઉમા આરાધે

જેસલ તોળી નીરવાણી રે... અલ્લા હો૦

સ્રોત

  • પુસ્તક : પુરાતન જ્યોત (પૃષ્ઠ ક્રમાંક 184)
  • સંપાદક : ઝવેરચંદ મેઘાણી
  • પ્રકાશક : પ્રસાર, ભાવનગર
  • વર્ષ : 1962
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ