jiivne swaas tanii sagaaii - Pad | RekhtaGujarati

જીવને શ્વાસ તણી સગાઈ

jiivne swaas tanii sagaaii

ભોજા ભગત ભોજા ભગત
જીવને શ્વાસ તણી સગાઈ
ભોજા ભગત

જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ના રાખે ભાઈ..

બાપ કહે બેટો અમારો, ને માતા મંગળ ગાઈ,

બેની કહે બાંધવ અમારો, ભીડ પડે ત્યાં ભાઈ... જીવ૦

લીંપ્યું ને ગૂંપ્યું આંગણું, ને કાઢ્યાની વેળા થઈ,

અડશો ના તમે અભડાશો, એમ લોકો કરે ચતુરાઈ... જીવ૦

ઘરની નાર ઘડી મૂકે, અંતે અળગી રહી,

‘ભોજો ભગત’ કહે કંથ વળાવી, તરત બીજાને ગઈ... જીવ૦

સ્રોત

  • પુસ્તક : અસલ મોટી સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 174)
  • સંપાદક : સુકુમાર શાહ
  • પ્રકાશક : વિશાલ બુક એજન્સી