jii re viiraa, jyaan re man men virah nahin - Pad | RekhtaGujarati

જી રે વીરા, જ્યાં રે મન મેં વિરહ નહીં

jii re viiraa, jyaan re man men virah nahin

રૂપાંદે રૂપાંદે
જી રે વીરા, જ્યાં રે મન મેં વિરહ નહીં
રૂપાંદે

જી રે વીરા, જ્યાં રે મન મેં વિરહ નહીં

હો જી, જ્યાં રો ધૂડ સો જીણો

જ્યાં રે મન મેં વિરહ નહીં હો જી...

જી રે વીરા, ઊપર ભેખ સુહામણો

હો જી, ગેરુ સૂં રંગ લીનો

આપ અગન મેં જલિયો નહીં

હો જી, હોય રયો મતિ હીણો...

જી રે વીરા, વિરહ સહિત સાધુ હોયા

હો જી, જિકા સિર ધર દીનો

મરણે સૂં ડરિયા નહીં

હો જી, મગ મેં મારગ કીનો...

જી રે વીરા, વિરહ હોય ભારત લડ્યા

હો જી, પાછા પગ નહીં દીના

મતવાલા ઝૂમે મદ ભરિયા

હો જી, રંગ ભર પ્યાલા પીણા...

જી રે વીરા, ગુરુ ઊગમસી સાધુ મિલ્યા

હો જી, જિકા મન કીઆ સીણા

બાઈ રૂપાંરી વીનતી

હો જી, પરગટ નિજ પદ ચીણા...

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ : જાન્યુઆરી, ૨૦૧૨ (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન