jhanann jhanann baaje jhaalarii - Pad | RekhtaGujarati

ઝણણ ઝણણ બાજે ઝાલરી

jhanann jhanann baaje jhaalarii

મામદ જાડેજા મામદ જાડેજા
ઝણણ ઝણણ બાજે ઝાલરી
મામદ જાડેજા

ઝણણ ઝણણ બાજે ઝાલરી, સુન લે તાકું તુ શ્રાતા,

ગગન મંડલ મેં ગેખી ગર્જના, અખંડ નાદ નિશદિન હોતા. - ઝણણ૦

અણી અગ્ર પર ધામ અચળ હૈ, ઝલમલ ઝબકે વહાં જ્યોતિ,

રૂમઝુમ રૂમઝુમ બાજાં બાજે, યામે ક્યૂં ચિત્ત પ્રોતા. - ઝણણ૦

સતગુરુ કેરી તું શાન સમજ લે, જાગ જાગ મન ક્યૂં સોતા,

નૂરત સુરત કા પકડ નિશાના, દીદાર દિલ બીચ યૂં હોતા. - ઝણણ૦

સોહમ શબ્દ કી સીડી ચડ કે, ગુરુગમે શૂન મેં જઈ પોતા,

પરમ રૂપ કા હુવા પ્રકાશા, બિના આગ દીપક હોતા. - ઝણણ૦

એહી દીપક કે ઉજિયારે મેં, તત્ત્વવેત્તા પુરુષ વહાં પોતા,

તત્ત્વમસિ તાર મિલાયા, ભેદાભેદી વહાં કછુ નહીં હોતા. - ઝણણ૦

'મામદ' કહે સુનો મુરશદ મેરા, માલિક સે મુજ મન મોતા,

જુગ મેં જાકું જાણ પડી વહી, ખરી વસ્તુ નહીં ખોતા. - ઝણણ૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 216)
  • સંપાદક : રામજી હીરસાગર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1976