duujaa nahiin - Pad | RekhtaGujarati

દૂજા નહીં

duujaa nahiin

પીરુદ્દીન પીરુદ્દીન
દૂજા નહીં
પીરુદ્દીન

ખાલિક બિન દૂજા કહાં

સાંઈ તેરા અબૂઝ,

નૂરે–નઝર દેખે બિના

કિસ બિધ પાવત સૂઝ?

કિસ બિધ પાવત સૂઝ

ફિરે હમ અંધ અભાગી!

મૈરમ નામ લિખાય

તભી હમ દેખા જાગી.

કહત 'પીરુ દરવેશ’

વહી હૈ મેરા માલિક,

સાંઈ પેખ અબૂઝ

દૂજા નહીં દેખિય ખાલિક.

સ્રોત

  • પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સંપાદક : ફારૂક શાહ
  • પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
  • વર્ષ : 2009