દુરમત દૂર કરના રે
durmat dur karnaa re
મોરાર સાહેબ
Morar Saheb

દુરમત દૂર કરના રે દૂર કરના, નિજ ધ્યાન સદ્ગુરુ કા ધરના.
નીતિ અદલ દલ સાચ કરીને, લે સદ્ગુરુ કા શરના,
તીનું તલબ ગુન ત્યાગ કરીને, પાંચુ કું પકડના...
જપો અજંપા જાપ હી અંદર, સતનામ સમરના,
સુરત નુરત કી દોર લગાઈ કે, ઠીક તિહાં જાઈ ઠરના...
અમર ઠોર આતમ અસ્થાને, અહોનિશ અમૃત ઝરના,
ગુરુ મુખ પીવે મન મતવાળા, સોહં અજર જરના રે...
રમતા રવિ ગુરુ રામ કબીરા, પલ પલ મેં પાંયો પરના,
રજ ‘મોરાર’ રવિ કે ચરના, સોહં અમર વર વરના...



સ્રોત
- પુસ્તક : રવિ ભાણ સંપ્રદાયની વાણી (પૃષ્ઠ ક્રમાંક 231)
- સંપાદક : મણિરામજી
- પ્રકાશક : મંછારામ મોતીરામ, પૂના
- વર્ષ : 1933