bhulya bhatko chho bare - Pad | RekhtaGujarati

ભૂલ્યા ભટકો છો બારે

bhulya bhatko chho bare

જીવણ સાહેબ જીવણ સાહેબ
ભૂલ્યા ભટકો છો બારે
જીવણ સાહેબ

ભૂલ્યા ભટકો છો બારે, મારા હંસલા‚ કેમ ઊતરશે પારે રે જી…

જડી હળદરને હાટ માંડયું‚ વધી પડ્યો વેપાર રે,

સાવકાર થઈને ચળી ગયો તું‚ માયાને એંકાર… મારા હંસલા૦

ભેખ લઈને ભગવા પેર્યા‚ ભાર ઉપાડયો,

ઈમાન વિનાનો ઉપડી જાશે‚ લખ ચોરાશી લારે… મારા હંસલા૦

લોભાઈ રિયો ને નજર રાખી‚ શીદ ચડ્યો તો શિકારે,

માર્યો મૃગલો માંસ ભરખ્યો‚ શું રહ્યો સંસારે… મારા હંસલા૦

એંકાર મત કર આત્મ તું જોઈ લે, મનને વિચારે‚

દાસી ‘જીવણ’ ભીમને ચરણે‚ પ્રગટ કહું પોકારે… મારા હંસલા૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 144)
  • સર્જક : રામજી હીરસાગર
  • પ્રકાશક : રામજી હીરસાગર, તિલક પ્લોટ, શેરી નં. 2, કૃષ્ણ સિનેમા પાછળ, રાજકોટ - 360001