આત્મારામની આરતી, કરું જ્ઞાનનો દીપ રે;
પ્રકાશ થયો ત્રણ લોકમાં, નવ ખંડ સપ્ત દ્વિપ રે... આત્મારામની
નાભિકમળનું કોડીઉં રે, પૂર્યું પ્રેમનું ઘૃત રે;
પંચ પ્રાણુની બત્તી કરું, કપૂર કલ્પના સમસ્ત રે... આત્મારામની૦
ઝળહળ જ્યોત ઝળકી રહી, ગયું અજ્ઞાન અંધકાર રે;
સ્થૂળ સૂક્ષ્મ કારણું સમાઈ ગયાં, મહાકારણ કિરતાર રે... આત્મારામની૦
આરતી કરીને લઉં ઓવારણાં, નીરખું નયનમાં નયન રે;
સચરાચર દૃષ્ટે પડ્યો, નહીં બોલવાને વેણ રે... આત્મારામની૦
નિરંતર અંતર નહીં, નિરંતર નિરાકાર રે;
‘પુરુષોત્તમ’ પૂરી રહ્યા, આત્મારામ આધાર રે... આત્મારામની૦
atmaramni aarti, karun gyanno deep re;
parkash thayo tran lokman, naw khanD sapt dwip re atmaramni
nabhikamalanun koDiun re, puryun premanun ghrit re;
panch pranuni batti karun, kapur kalpana samast re atmaramni0
jhalhal jyot jhalki rahi, gayun agyan andhkar re;
sthool sookshm karanun samai gayan, mahakaran kirtar re atmaramni0
arti karine laun owarnan, nirakhun nayanman nayan re;
sachrachar drishte paDyo, nahin bolwane wen re atmaramni0
nirantar antar nahin, nirantar nirakar re;
‘purushottam’ puri rahya, atmaram adhar re atmaramni0

સ્રોત
- પુસ્તક : આત્મજ્ઞાનનાં ભજન-ભાગ પહેલો (પૃષ્ઠ ક્રમાંક 73)
- સંપાદક : ઓશિંગણ
- પ્રકાશક : ધી ઇન્ડિયાપબ્લિશિંગ કંપની લિમિટેડ
- વર્ષ : 1909