સંતો તંત ખોજી લ્યો તનમાં
santo tant khojii lyo tanmaan
લખમાજી માળી
Lakhamaji Mali
લખમાજી માળી
Lakhamaji Mali
વસ્તી વસો ભાવે વનમાં, સંતો તંત ખોજી લ્યો તનમાં.
તીરથ જઈ નર કરે તપસ્યા, ઊંધે મુખ ઝૂલે અગનમાં,
દુનિયા દેવળ જઈ પતિજે, અસલ દેવ નહીં ઉનમાં... સંતો૦
ભણતર ભૂલ્યા વેદ પુરાણા, શબ્દ ન લાગ્યા અંગમાં,
શબ્દ પિછાણ્યા તેને સન્મુખ મળિયા, અસલ દેવ હે ઉનમાં... સંતો૦
નિરંજન નાથ જાત બિન જોગી, રહેતા ઉનમુન ધૂનમાં,
અખંડ ગુરુરા અટળ અખેડા, ભાવ ભક્તિ હૈ ઉનમાં... સંતો૦
આતમ તંત હુઈ રેણાં બંદા, મલી રેણાં સકલ બ્રહ્મમાં,
‘લખમો’ કહે મેં વારી બલિહારી, દરસ્યા દેવ ગગનમાં... સંતો૦
સ્રોત
- પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 280)
- સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
- વર્ષ : 1994
- આવૃત્તિ : છઠ્ઠી આવૃત્તિ
