santo! munivare man samjaayaa - Pad | RekhtaGujarati

સંતો! મુનિવરે મન સમજાયા

santo! munivare man samjaayaa

ભોજા ભગત ભોજા ભગત
સંતો! મુનિવરે મન સમજાયા
ભોજા ભગત

સંતો! મુનિવરે મન સમજાયા,

સમજી ચાલ્યા શબ્દ ગુરુ કા, તો પરિબ્રહ્મ કું પાયા... સંતો૦

પાંચને મારી પચ્ચીસ કું વારી, કામ ને ક્રોધ હટાયા,

હદ બેહદ, અનહદ ગતિ આવી, તો કર્મ વિનાની કાયા... સંતો૦

કર્મ ધર્મની ભ્રમણાઓ ભાંગી, લાલન સે લે’ લાયા,

અવળાં હતાં તે સવળાં રે કીધાં, લખિયાં ફેર લખાયાં... સંતો૦

સુરતા સાધીને ચાલ્યા આકાશે, ત્યાં અનહદ નાદ સુણાયા,

આદ્ય હતા સો અંતે ઊઠી ધાયા, અરૂપમાં રૂપ સમાયા... સંતો૦

સૂક્ષ્મ વેદમાં સુરતા રે પહોંચી, બાવન બ્હાર બુઝાયા,

‘ભોજો ભગત’ કહે ગુરુ પ્રતાપે, જન્મ મરણ મિટાયા... સંતો૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 269)
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1946
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ