santo kardaa gyaan hamaaraa - Pad | RekhtaGujarati

સંતો કરડા જ્ઞાન હમારા

santo kardaa gyaan hamaaraa

રવિસાહેબ રવિસાહેબ
સંતો કરડા જ્ઞાન હમારા
રવિસાહેબ

સંતો કરડા જ્ઞાન હમારા,

કહે સુને કછુ કામ આવે, ગ્રહે સો ઊતરે પારા... સંતો૦

કરણી કથે ને કરે ચતુરાઈ, આંતર કરે વિચારા,

ભેખ ધર્યો પણ બ્રહ્મા ચિન્યા, દિન દિન બઢતા અહંકારા... સંતો૦

માળા તિલક લઈ કરે ચતુરાઈ, અંતર કરે વિચારા,

હું હું કરતા હડકાયા કુત્તા, કહે ભાઈ ક્યા તે ત્યાગા?... સંતો૦

જગત કરત હૈ સો તુંહી કરત હૈ, એક કીની અદકાઈ,

માળા તિલક છાપ સુમરણી, જગ ખાયા ફોસલાઈ... સંતો૦

બળ દિખલાવે, લજાયા બાના, કપટ કલેજા માંઈ,

રામરામ કી રામ જાનત હૈ, બાહિર કરત હૈ બડાઈ... સંતો૦

પાખંડ ભક્તિ પ્રભુ નવ રીઝે, ગુરુ કાચા મત જાણો,

'રવિરામ' રમતારામ પિછાણેા, સતગુરુ મળિયા ભાણો... સંતો૦

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-૧ (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સંપાદક : જોરાવરસિંહ જાદવ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1989