સંતો, ગુરુગમ લહે સો જ્ઞાની
santo, gurugam lahe so gyaanii
રવિસાહેબ
Ravisaheb
રવિસાહેબ
Ravisaheb
સંતો, ગુરુગમ લહે સો જ્ઞાની,
અંતર પ્રેમ ઉજાગર અનભે, જાકી નિહચળ બાની.
ચંચળ મારી નિહચળ બેઠા, નિરમળ હોય સમાધિ,
શીલ સંતોષ રહે સમધારણ, વસ્તુ અગોચર લાધી... સંતો૦
નાભિ બેઠ ગગન ગરજાવે, આઠ પહોર આનંદા,
ચલે પાધરે પછીમ મારગ, મિલાવે સૂરજ-ચંદા... સંતો૦
શશિ સૂર મેં, સૂર શશિ મેં, અણસારે ઊલટાવે,
નીરખે પલ પલ નૂર નિરંતર, અનદ નાદ બજાવે... સંતો૦
રહે અડોલા, બોલ અબોલા, જાણપણા જલ જાઈ,
કહે 'રવિરામ' વિરલા સંસારી ઊલટા કાળ કું ખાઈ...
સંતો, ગુરુગમ લહે સો જ્ઞાની.
સ્રોત
- પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 25)
- સંપાદક : મકરંદ દવે
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ
- વર્ષ : 1991
