santo buujhe baavan baaraa - Pad | RekhtaGujarati

સંતો બૂઝે બાવન બારા

santo buujhe baavan baaraa

રવિસાહેબ રવિસાહેબ
સંતો બૂઝે બાવન બારા
રવિસાહેબ

સંતો બૂઝે બાવન બારા,

જાકે હૃદયે ગુરુગમ પ્રગટે, સો ખેલે ચોધારા... સંતો૦

પાંચ-પચીસ પરિબ્રહ્મ સે ઊપજે, સ્યાના સમજી જાવે,

ચોઈ દિશે સોઈ રમે અકેલા, આપે નાવ ચલાવે... સંતો૦

નયન કમલ સે નીરખ્યા નટવર, ખોલ્યા કરમ કપાટા,

દિલ સે દરશ્યા દેવ નિરંતર, નકરા હુવા નિરાટા... સંતો૦

અકળ કળા કળવા મેં ના’વે, અનુભવી એણે બૂઝે,

ઓહં સોહં શબ્દ ઓળખો, ચૌદ લોક તો સૂઝે... સંતો૦

ઝલકત જ્યોતિ નૂર અપારા, મનવા તિહાં મિલાયા,

કહે ‘રવિરામ’ ભાણ પ્રતાપે, અજર અમર પદ પાયા... સંતો૦

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 81)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : છઠ્ઠી આવૃત્તિ