santo bhai re samjan ki ek baat - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સંતો ભાઈ રે સમજણ કી એક બાત

santo bhai re samjan ki ek baat

અખઈદાસ અખઈદાસ
સંતો ભાઈ રે સમજણ કી એક બાત
અખઈદાસ

સંતો ભાઈ રે સમજણ કી એક બાત,

સમજ્યા સોઈ નર ફેર બોલ્યા, -

છોડ દિયા સકળ ઉધમાત... સંતો૦

આપ સમજે ઓરન કું સમજાવે, રાત-દિવસ ગુણ ગાય,

પારકે મંદિરિયે જઈને જ્યોત્યું જગાવે, ભાઈ રે,

અપને ઘેર ઘોર અંધારી રાત... સંતો૦

અજ્ઞાનીને છેડીએ તો સામા અવગુણ લઈ કરે વાત,

નુગરાને પરમોદ લાગે, ભાઈ રે,

પથ્થર ઉપર જેમ મારો લાત... સંતો૦

મૂરખો શું જાણે મનખો મહા પદારથ મળિયો, ખર જેમ નાગરવેલ ખાય,

દૂધ પાઈને જેમ વશિયેર ઉછેર્યો, ભાઈ રે,

પણ મુખડાનું ઝેર ના જાય... સંતો૦

સદ્‌ગુરુને બાળકે તો પારસ સ્પર્શ્યો, ભાઈ રે, પારસમણિ એને હાથ,

ભૂતનાથ ચરણે ભણે ‘અખૈયો’, હુંપદ ત્યાં નહિ મારો નાથ... સંતો૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 29)
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય અમદાવાદ
  • વર્ષ : 1946