સંતો ભાઈ ભુવન જીત્યા ભવ સારા.
અનંત લોચન અંતર ઊઘડિયાં, નીરખ્યા નાટ નિરાળા. સંતો૦
મનમંદિર દીપક દરશાના, ઊઘડી ગયાં તનતાળાં,
રંગ લાગ્યો ને રવિ પ્રગટિયો, અનેક દિશે અજવાળાં. સંતો૦
કરણ વર્ણ જેણે મરણ મિટાયા, ચરણ ગ્રહ્યાં છોગાળા,
છૂટી ગયાં ચેન ઘેન, ઘનઘોરા, ભાસ્યા બ્રહ્મ રસાળા. સંતો૦
ગગન ગાજે ત્યાં અનહદ વાજે, સદ્ગુરુ કી સાન શિખાયા;
‘ભોજો ભગત’ કહે પ્રેમ પિયાલો, પીતાં નયને નીર ઝલકાયાં. સંતો૦
santo bhai bhuwan jitya bhaw sara
anant lochan antar ughaDiyan, nirakhya nat nirala santo0
manmandir dipak darshana, ughDi gayan tantalan,
rang lagyo ne rawi pragatiyo, anek dishe ajwalan santo0
karan warn jene maran mitaya, charan grahyan chhogala,
chhuti gayan chen ghen, ghanghora, bhasya brahm rasala santo0
gagan gaje tyan anhad waje, sadguru ki san shikhaya;
‘bhojo bhagat’ kahe prem piyalo, pitan nayne neer jhalkayan santo0

સ્રોત
- પુસ્તક : મધ્યકાલીન ગુજરાતી પદસંચય (પૃષ્ઠ ક્રમાંક 109)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
- વર્ષ : 1998