રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
આંખલડીના તારા જી
aankhaldina tara ji
પ્રેમસખી પ્રેમાનંદ
Premsakhi Premanand
ઓધવજી, ઘનશ્યામ અમારી આંખલડીના તારા જી;
હૈયાના છે હાર, હરિવર જીવન-પ્રાણ અમારા. ૧
રાતદિવસ રટના એક એની,
જેમ ચંદ-ચકોર જી;
નીર વિના જેમ માછલી ને
મેઘ વિના જેમ મોરા. ઓo ૨
જેમ રિતુરાજ વિના કોયલ-ગતિ,
સ્વાંત વિના બપૈયો જી;
એમ વ્રજચદ્ર વિના વ્રજવનિતા,
ઓધવ! જોઈ એમ કહિયો. ઓo ૩
જો હરિ! પ્રાણ જીવાડણ ચાહો,
તો વહેલાં દર્શન દેજો જી;
પ્રેમાનંદ નાથ! નહીં તો
પાસ તેડાવી લેજો. ઓo ૪
સ્રોત
- પુસ્તક : આરાધના : મધ્યકાલીન ભક્તિગીતો (પૃષ્ઠ ક્રમાંક 70)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપુરા
- પ્રકાશક : સાહિત્ય સંશોધન પ્રકાશન
- વર્ષ : 2002