guru mare najre meati - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગુરુ મારે નજરે મેાતી

guru mare najre meati

અરજણદાસ અરજણદાસ
ગુરુ મારે નજરે મેાતી
અરજણદાસ

ગુરુ મારે નજરે મોતી આયા હો જી

મૈં તેા ભેદ ભરમ કા પાયા...

ગુરુ મારે૦

દોઉ વચન કા જાપ અજપા, ત્રિકુટ તકિયા ઠેરાયા,

ભાઈ ત્રિકુટ તકિયા હો જી,

ચઢી સુરતા સમાગમ કીધો ત્યારે, સુખમય સેજ બિછાયા,

ભાઈ સુખમય... ગુરુ મારે૦

મેાતી મણિ મેં મણિ મેાતી મેં, જ્યોત મેં જ્યોત મિલાયા,

ભાઈ જ્યોત મેં હો જી,

ઐસા હૈ કોઈ ખેલ અગમ કા, દિલ ખેાજે દરશાયા,

ભાઈ દિલ ખેાજે... ગુરુ મારે૦

અધર તખ્તથી મોતી ઊતર્યાં, શૂન્ય ઘર આય ઠરાયા,

ભાઈ શૂન્ય ઘર હો જી,

વહાં કા ભેદ કોઈ વિરલા જાણે, ગુરુ ગમ સે બતલાયા,

ભાઈ ગુરુ ગમસે... ગુરુ મારે૦

ઊંચ નીચ અંતર નહિ ઉન કું, હરખ નિરખ ગુણ ગાયા,

ભાઈ હરખ નિરખ હો જી,

દાસ ‘અરજણ’ જીવણ કે ચરણે, નિરાધાર દરસાયા,

ભાઈ નિરાધાર... ગુરુ મારે૦

સ્રોત

  • પુસ્તક : સંત પરંપરા વિમર્શ (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સંપાદક : ડૉ. રાજેન્દ્રસિંહ રાયજાદા
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ
  • વર્ષ : 1989
  • આવૃત્તિ : 1