સહુ રાતાં
sahu rata
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
કર નખ રાતા કામિનીના રે, રાતા અધર સુદંત;
રાતાં અબીલ ઉડાડે ગોપી, રાતો નવલ વસંત. કર...
રાતી ચોળી કસણ કસી, ને મુખ ભર્યાં તંબોલ;
રાતા ચરણા પહેરણે, રંગ રાતી કુંકમ રોળ. કર...
કૃષ્ણજી રાતા કામિનીએ રે, કામિની કૃષ્ણગુણે રાતી;
સરખાં સરખે બેહુ ગુણ-રાતાં નરસૈંયો સંઘાતી. કર...
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 5)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
