સદ્ગુરુ સાથે મારી પ્રીતડી
sadguru saathe maarii priitdii
રવિસાહેબ
Ravisaheb
રવિસાહેબ
Ravisaheb
સદ્ગુરુ સાથે મારી પ્રીતડી, બીજા સે નહીં બોલું,
જ્યાં મારા પિયુજી પરગટ વસે, ત્યાં રહી અંતર ખોલું... સદ્ગુરુ૦
જહાં રે વાદળ તહાં વિરમું, કબહું નહીં ડોલું,
તખત-ત્રિવેણી બેઠ કે, સબ વિશ્વ કું તોલું... સદ્ગુરુ૦
ચિત્ત ચંદનનું લાકડું, શબ્દને વાંસલે છોલું,
ઘડતાં ઘડતાં ભાંગી પડ્યું, મન જાણી લે અમોલું... સદ્ગુરુ૦
સંશય સર્વે સમાઈ ગયા, વિશ્વાસે મન વરોળ્યું,
‘રવિદાસ’ બ્રહ્મ-અગાધમાં કરે ઝાકમઝોળું... સદ્ગુરુ૦
સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 296)
- પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
- વર્ષ : 1946
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ
