સત્ગુરુ મલ્લતાં રે
sadguru malltaan re
વસ્તો વિશ્વંભર
Vasto Vishwambhar

સત્ગુરુ મલ્લતાં રે સંસે સહુ ટલ્લ્યા,
નીરમલ્લ નીશ્ચે થયુ છે અંગે રે,
જીવ સીવે રહીને ભોગવે,
ત્યેહેનો જાંમ્યો રૂડો રંગ રે.
મંગલ્લ વરત્યાં અમાહારે માંહ્ય રે,
કરીએ વાહાલાસુ વહ્યાર રે,
નગમ અલગ જેને ગાય છે,
તે રેહે રૂદય મોઝાર્ય રે.
ક્ષર અક્ષરથી અલ્લગો જે હતો,
વલ્લગો દીઠો છે તે આપે રે,
ડોલમ ડોલ તે મટી ગયું,
થીરતા રહી છે તેહને થાપે રે.
એ કે વીવેક રે એહેવો અવીયો,
ત્યેહેનુ બાધુ રેહે છે ધ્યાંન રે,
જનમમરણના ભે ભાગી ગયા,
ગલ્લીયું લ્યંગ્યનું અભીમાંન રે.
અત્યમજ્ઞાંને માંને અમર થયું,
રઘુ રેહેવા સરખુ દુષ રે,
વસ્તા વીસ્યંભર પુરસને પાંમીયાં,
જે છે સરવે જીવનો ભુપ રે.
(‘મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતા’માંથી)



સ્રોત
- પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 118)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદેમી
- વર્ષ : 1998