સદાઈ રે’વે ગુલતાની રે
sadai reve gultani re
ત્રિકમસાહેબ
Trikamsaheb

સદાઈ રે’વે ગુલતાની રે, લાગી પ્રીતું નહીં રે’વે છાની.
અનહદ નાદ ગગન ધૂન ગાજે, ઝાલરી વાગે ઝીણી ઝીણી રે... લાગી૦
અપરમપાર અગમ કેરી આગે, નિગમ ભરે જલ પાણી રે... લાગી૦
આગે હતી સો અબ મેં પાઈ, પૂરણ પ્રીત પિછાની રે... લાગી૦
‘ત્રિકમદાસ’ સત ખીમ કે ચરણે, વારે વારે કુરબાની રે... લાગી૦



સ્રોત
- પુસ્તક : સંત ત્રિકમસાહેબનાં પદો (પૃષ્ઠ ક્રમાંક 58)
- સંપાદક : ઉમિયાશંકર અજાણી
- પ્રકાશક : અજાણી પ્રકાશન
- વર્ષ : 2006