sadaa sukh paaii le - Pad | RekhtaGujarati

સદા સુખ પાઈ લે

sadaa sukh paaii le

ભેરવપરી ભેરવપરી
સદા સુખ પાઈ લે
ભેરવપરી

ગણપતિ ગાય લે, સદા સુખ પાઈ લે, ગુરુ મળ્યા બ્રહ્મજ્ઞાની,

વિઘન વિદારણ કાજ સુધારણ, કરાડ તેત્રીસ આગેવાની.

સંતો ભાઈ મારા પીઓ રસાણી.

જળ કેરી પેદાશ ભઈ સબ, જલ જુગતી રચાણી હોજી,

સોહી સાહેબ કેમ છેડીએ બંદા, તન મન ધન કુરબાની... સદા૦

ભૂલ્યો ભમરો ફરે ભટકતો, કહે ભમરાની વાણી હોજી,

સતગુરુ મળે સાન સમજાવે, આલમની ઓળખાણી... સદા૦

ગુરુજીએ હાથ ધર્યા સિર ઉપર, ઝલહેલ જોત્ય દરશાણી જી,

મિટ્યો અંધેરો ભયો ઉજિયારો, હિરદે જ્યોત જણાણી... સદા૦

સૂન શિખરગઢ જંગ લડાઈ, હરિજન વિરલે જાણી,

ઊપજી પ્રેમભાવ ને ભક્તિ, ભેરવ મોજું માણી હોજી... સદા૦

સ્રોત

  • પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 182)
  • પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર
  • વર્ષ : 1925
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ